हिन्दी में जानकारी के लिए यहां क्लिक करें
2025 ના અંત સુધી માં સૌને પોતાનું ઘર આપવા સરકાર નો પ્રયાસ છે પણ તે શક્ય નથી, માટે આ છેલ્લો જ મોકો છે તે સમજી ને શાણપણ વાપરી ને પોતાના પુરાવા બરાબર કરી રાખો કે તમારી અરજી નો અસ્વીકાર ના થાય, અને આપને આવાસ મળે જ. મારે તો મારી મનગમતી જગ્યા પર મળે તો જ લેવું છે અને પહેલો-બીજો માળ જ જોઈએ એવું વિચારવા માં રહેશો તો તમે ક્યારેય મેળવી શકશો નહિ.
આવાસ માટેના ફોર્મ ખૂબ જ ટૂંક સમયમાં આવવના છે, તમારા પરિવારના ડોક્યુમેન્ટ્સ આજે જ (WhatsApp 815303999) દ્વારા મોકલી યોગ્યતા માટે તપાસો અને ખાતરી કરો. જો દસ્તાવેજોમાં કોઈ ભૂલ-ચૂક હોય તો તેને સમયસર સુધારાવી લો.
વારંવાર પુછાતા પ્રશ્નો - FAQs:
1. સુરત માં આવાસ યોજના ની કચેરી (Office) ક્યાં છે ?
સુરત માં સરકાર ના ત્રણ વિભાગ છે જે આવાસ યોજના અંગે ની વ્યવસ્થા કરે છે.
(A) સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (SUDA) ની વેસુ ખાતે રિલાયન્સ મોલ ની પાછળ, સુરત - 395 007
(B) ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB), બેઠી કોલોની, ખટોદરા, ઉધના મેન રોડ, સુરત - 394210
(C) સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC), ધાસ્તીપુરા, વરિયાવી બાઝાર, સુરત - 395003
2. ફોર્મ ક્યાંથી મળશે?
ઉપરોક્ત ત્રણેય વિભાગ દ્વારા સમયાંતરે જાહેરાત કરવામાં આવતી હોય છે. અને એક્સિસ બેંક, કોટક બેંક અથવા આઈસીઆઈસીઆઈ જેવી મોટી પ્રાયવેટ બંકો વિભાગ દ્વારા બેંકની નક્કી કરેલી શાખાઓ પર થી આપના આધાર કાર્ડ ની ફોટો કોપી સાથે 100 રૂપિયા જમા કરી ને ફોર્મ મેળવી શકાય છે.
3. ફોર્મ ભરવા માટે ની પાત્રતા શું?
એવું સાબિત થવું જોઈએ કે... (1) તમે લાંબા સમય ની સુરત શહેર માં ભાડે થી રહો છો, (2) આપના પરિવાર ના કોઈપણ સભ્ય ના નામ પર રહેવાનું મકાન નથી અને (3) તમારા પરિવાર ની વાર્ષિક આવક 3 લાખ થી ઓછી છે. ફક્ત તમારા આધાર કાર્ડ પર સુરત નું સરનામું માત્ર હોવા થી તમારું કામ થઈ જશે એવું વિચારવું ભૂલ ભરેલું છે.
3. સૌથી મહત્વ નો પુરાવો ક્યો?
ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ, ત્રણ માંથી એક પુરાવો એક વર્ષ થી વધુ જૂનો સુરત ના સરનામાં વાળો હોવો જોઈએ.
4. ફોર્મ ભરવા માટે શું શું જોઈએ ?
- આધાર કાર્ડ પરિવારના તમામ સભ્યોના, પરિવાર માં એક માસ થી ઉપર નું સ્વસ્થ બાળક હોય તો તેનું પણ મૂકવું પડશે.
- પાન કાર્ડ - મુખ્ય અરજદાર પતિ-પત્ની બંને ના, અપવાદ કેસ માં માતા-પુત્ર કે પિતા-પુત્રી ના.
- જન્મ દાખલો કે સ્કૂલ નું પ્રમાણપત્ર - પરિવાર માં જેમના પણ હોય તેના મુકવા.
- ચૂંટણી કાર્ડ 18 વર્ષ થી ઉપર ના તમામ સભ્યો ના
- રેશન કાર્ડ - નવું બારકોડ વાળું, સુરત નું
- ડ્રાયવિંગ લાયસન્સ, પાસપોર્ટ મુખ્ય અરજદાર ના સુરત ના હોય તો મુકવા.
- ભાડા કરાર સાથે લાઈટ બિલ અને વેરા બિલ ફરજીયાત આપવાનું રહે છે.
- 6 x 4 ની સાઈઝ નો પારિવારિક કલર ફોટો, તમામ સભ્યો ના ચેહરા સ્પષ્ટ દેખાય તે રીતે, સેલ્ફી ચાલશે નહીં.
- બેંક પાસબુક ની ફોટો કોપી / કેન્સલ ચેક
- આવક નો દાખલો, આઈ ટી આર અથવા સીએ સર્ટિફિકેટ