વેઇટિંગ માં જવાનું કારણ ?
સરકાર પાસે જે તે જગ્યા પર જેવડો પણ નાનો કે મોટો પ્લોટ હોય તેમાં વધુમાં વધુ પરિવારો ને સમાવવા સાથે પ્રાથમિક સુવિધા પણ આપવાની હોય છે જેનાં કારણે જેટલી જગ્યા હોય તેમાં 100% બાંધકામ કરીને ડબ્બા જેવા બનાવી નથી શકતા.
હવા ઉજાસ રહે તે રીતે બાંધકામ, ઉપરાંત પાર્કિંગ અને બાળકો ને માટે રમવા અને વડીલો ને બેસવા ઉઠવા સાથે મોર્નિંગ વોક અને કસરત કરવા માટે આયોજન કરવા માં આવે છે. નાના મોટા પ્રસંગો તમે ઘર આંગણે જ કરી શકો તે પણ જોવાનું રહે છે.
હવે આવીયે મુખ્ય સમસ્યા તરફ...
- સરકાર જે પ્રોજેક્ટ માં 1000 આવાસ બનાવવા ની હોય છે તેના માટે પાંચ ગણા એટલે કે 5000 ફોર્મ બેંક માંથી વહેંચાઈ જતા હોય છે.
- હવે આ ફોર્મ લઇ ગયેલા માંથી, સરેરાશ 10 માંથી 2 ફોર્મ કોઈ ને કોઈ સમસ્યા ના કારણે લોકો દ્વારા ભરવામાં આવતા નથી. યાને 5000 માંથી 4000 ફોર્મ ડિપોઝિટ ની રકમ સાથે બેંક માં આવે છે.
- મકાન 1000 છે ફોર્મ 4000 ભરાયા તેમાંથી 1000 જેટલા ફોર્મ ને અમાન્ય થતાં હોય છે, રહ્યા 3000 તેને લોટરી સિસ્ટમ થી કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવે છે, તો સમજી લો કો 1 લાભાર્થી હસતો હશે તેની સામે 2 બીજા રડતા હશે.
- આજે 2 રડવા વાળા ની વાત કરી તે વેઇટિંગ લીસ્ટ માં જશે. હવે વેઇટિંગ લીસ્ટ વાળા ને મકાન ક્યારે મળશે?
- જેમને પણ ડ્રો માં મકાન મળેલું છે તે લાભાર્થી કોઈ ખાસ સંજોગ ને કારણે એ મકાન લેવા ના માંગતા હોય અને તે પોતાની ફાળવણી રદ કરાવે, કે સરકારી વિભાગ ને જાણ થાય કે આ લાભાર્થી ગેર લાયક છે અને વિભાગ દ્વારા તેનું મકાન પરત લેવામાં આવે છે તો વેઇટિંગ લીસ્ટ માં જેનો 1 નંબર હોય તેમને આ રીતે ખાલી પડેલું મકાન ફાળવવા માં આવે છે.
- મકાન 1000 હતા જે એક હાજર લાભાર્થીઓ ને ફાળવી દેવાયા 2000 લોકો વેઇટિંગ માં છે.
- માની લો કે 1000 માંથી 50 કે 75 મકાન ની ફાળવણી રદ્દ થાય તો 2000 વેઇટિંગ માંથી તેટલા લોકો ને જ મળવાની સંભાવના છે.
- જેમનો વેઇટિંગ નંબર 75 થી વધુ છે તેમને ફાળવણી થવાની કોઈ આશા રહેતી નથી, ખરેખર તો 10 થી વધુ વેઇટિંગ લીસ્ટ ભાગ્યે જ ક્લિયર થતું હોય છે.
- આવું ક્યારેય થાય નહીં છતાં વિચારો કે.. હજારે હજાર ફાળવણી રદ્દ થાય તો પણ 1000 વેઇટિંગ વાળા ને લાભ મળશે અને બાકીના 1000 વેઇટિંગ માં રહેશે જ.
- સો વાત ની એક વાત કે વેઇટિંગ ક્લિયર થવાની સંભાવના નહિવત જ હોય છે.
- આપ અત્યારે જ્યાં રહો છો તેની નજીક મળે તો જ લેવું છે અને ત્યાંનું મારુ ફોર્મ ભરેલું છે તો સરકાર આજે નહીં તો કાલે આપશે જ, એવું માનવું ભૂલ ભરેલું છે.