આભા કાર્ડ (AaBha) અને આયુષ્માન ભારત કાર્ડ (PMJAY) એક નથી, બંને વચ્ચે ફક્ત નામ સિવાય કોઈ સામ્ય નથી, આભા કાર્ડ ફક્ત તમારા સ્વાસ્થ્ય નો રેકોર્ડ રાખવા ના આશય થી બનાવવામાં આવ્યું છે, જયારે આયુષ્માન ભારત (PMJAY) આપનો સ્વાસ્થ્ય વીમો છે તેમાં તમને 5 લાખ સુધી ની સ્વાસ્થ્ય સેવા સરકાર તરફ થી આપવા માં આવે છે.
हिन्दी में पढ़ने के लिए इसे दबाये
ઘણા લોકો સરખા જેવા લાગતા નામ ના લીધે ભ્રમ માં રહે છે, કે મારુ આભા કાર્ડ બની ગયું છે 5 મિનિટ કરતા ઓછા સમય માં ફક્ત આધાર નંબર અને ઓટીપી થી તૈયાર થઇ ગયું અને જયારે દવાખાને ગયા ત્યારે ખબર પડી કે આ કાર્ડ થી કોઈ સ્વાસ્થ્ય સેવા ફ્રી માં મળવાની નથી.
આયુષ્માન ભારત (PMJAY) ની પ્રક્રિયા થોડી જટીલ છે, તમારા આધાર અને રાશન કાર્ડ માં સંપૂર્ણ સામ્ય હશે તો જ બનશે, હવે રાશન કાર્ડ તમારી પાસે જે હોય છે તે ગુજરાતી માં છપાયેલું હોય છે અને જે મેચ કરવાનું છે તે અંગ્રેજી માં કરવાનું છે, માની લો કોઈ નું નામ સંદીપ છે તો તેની રાશન કાર્ડ માં ઓપરેટર દ્વારા શું ટાઈપ થયું હશે Sandip, Sandeep, કે Sndip એવી જ રીતે સુરત ની વાત કરીયે તો મૂળ સુરતીઓ માં 70 ટકા લોકો ની અટક માં વાલા આવે જરીવાલા, ખાંડવાલા, બરફીવાલા તો જગજાહેર છે કે વાલા માં WALA જ આવે પરંતુ સરકારી ઓપેરાટારો કઈ યુનિવર્સીટી થી ભણી ને આવે છે કે Vala કે પછી Vaalaa એન્ટર કરતા જોવા માં આવ્યા છે, નવું બારકોડેડ રાશન કાર્ડ ફરજીયાત આધાર કાર્ડ લઈને જ આપવામાં આવે છે, આધાર માં ગુજરાતી અને અંગ્રેજી બંને માં નામ હોવા છતાં ઓપેરાટારો અંગ્રેજી સ્પેલિંગ પોતાની રીતે નાખે છે, આ રીતે પાડા ના વાંકે પખાલી ને ડામ જેવો ઘાટ થાય છે, ઓપરેટર જેને સરકાર પગાર આપે છે તે નિષ્કાળજી પૂર્વક કામ કરે અને જનતા હેરાન થાય છે.
આયુષ્માન ભારત (PMJAY) માટે સરકાર દ્વારા સર્વે કરી ને યાદી બહાર પાડવામાં આવે છે, જેઓ ના નામ આ લિસ્ટ માં હોય તેને તેઓ ને થોડી સરળતા રહે છે, બાકી અન્ય લોકો માટે અભિમન્યુ ના સાત કોઠા પાર કરવા જેવું છે, એજન્ટો આજ કાલ બેફામ રીતે પૈસા માનતા થઇ ગયા છે, આયુષ્માન ભારત ની એજન્ટ ફીસ જ્યાં 100-200 હતી તે લોકો આજ કાલ 1500-2000 માંગતા થઇ ગયા છે અને અમુક રકમ સાંભળી ને તો એવું થાય કે આતો મેડિકલેઇમ વીમા ના પ્રીમિયમ કરતા પણ વધી ગયું. એજેન્ટો અને મળતિયા આધિકારીઓ એ જાણે આને કમાવાનું સાધન બનાવી લીધું છે.
ખાસ નોંધ: ઉપરોક્ત મંતવ્યો મારા પોતાના અંગત છે, કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.