પેન કાર્ડ 2.0 નો મુખ્ય પ્રભાવ તે લોકો પર પડશે, જેમણે પોતાના આધાર અને પેન કાર્ડને શરૂઆત ના તબક્કા માં જ લિંક કર્યું હતું. અગાઉ, બંને દસ્તાવેજો વચ્ચેના ડેટામાં નાની-મોટી વિસંગતોને અવગણવામાં આવતી હતી. જો કે, પેન 2.0 ના અમલ સાથે, કડક ડેટા મેળાપ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે કોઈપણ અસંગતતા, ભલે નાની હોય, કર રિટર્ન, નાણાકીય વ્યવહારો અને અન્ય સરકારી સેવાઓના પ્રક્રિયામાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ખાસ કરીને તે લોકોને અસર થઈ છે જેમણે આધાર લિંક કર્યા પછી તેમના આધાર કાર્ડની વિગતો બદલી છે. ઘણા લોકોએ પોતાના બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો અનુસાર પોતાની વિગતો બદલી છે અને હવે તેમના પેન કાર્ડ અને આધાર કાર્ડના ડેટામાં મોટો તફાવત છે.
સરકારે "PAN 2.0" નામથી નવી પહેલની જાહેરાત કરી છે, જેના હેઠળ નવા e-PAN કાર્ડ પેન ધારકોના નોંધાયેલ ઇમેઇલ પર મોકલવામાં આવશે. આ માટે પેન કાર્ડ માટે ફરીથી અરજી કરવાની જરૂર નહીં હોય. આ એક ઉત્તમ પહેલ છે જે ડિજિટાઈઝેશન અને સુવિધા તરફ મહત્વપૂર્ણ પગલુ છે, પરંતુ તેનો અમલ કરવામાં કેટલાક વાસ્તવિક પડકારો આવી શકે છે, જે આ પહેલના સફળ અમલમાં વિક્ષેપ પેદા કરી શકે છે.
પહેલી સમસ્યા એ છે કે 50% થી વધુ પેનધારકોએ ઇ-મેઇલ આઈડી તરીકે અન્ય વ્યક્તિ ના ઈમેઇલ જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), ટેક્સ કન્સલ્ટન્ટ અથવા પેન કાર્ડ સર્વિસ પ્રોવિડરનો ઈમેઇલ નોંધાવેલ છે, ના કે તેમનાં પોતાનાં ઈ-મેઇલ. આનો અર્થ એ છે કે નવા e-PAN તે અન્ય વ્યક્તિ ના ઈ-મેઇલ પર મોકલવામાં આવશે, જેનાથી પેનધારકને તેનો e-PAN પ્રાપ્ત કરવામાં મોડું થઈ શકે છે અથવા તેને મેળવવા માં મુશ્કેલી આવી શકે છે. ઘણા લોકો ને ખબર પણ નહિ પડે કે તેમનું e-PAN તેમના કન્સલ્ટન્ટના ઈમેઇલ ઈનબોક્સમાં મોકલવામાં આવી છે, અને તેથી તેઓ તેને સમયસર મેળવતા નથી. (આવા કન્સલ્ટન્ટ્સ ના ઇમેઇલ પર એક સાથે 25-50 કે તેથી વધુ ઇમેઇલ્સ આવી જશે, એમને ખબર પણ નહિ પડે કે કયો ઇમેઇલ મારા કયા ગ્રાહક માટે આવેલ છે, કારણ કે સેક્યુરીટી ના કારણો સર અમુક વિગત માસ્કેડ કરવામાં આવેલી હશે.)
બીજી સમસ્યા એ છે કે જેમણે પોતાની જાતની ઈમેઇલ આઈડી નોંધાવેલી છે, તેમાંના લગભગ 50% લોકો ઈમેઇલ જોતા નથી. આનો અર્થ એ છે કે ભલે તે પેનધારકના ઈમેઇલ પર તેનો e-PAN મોકલવામાં આવ્યો હોય, તેઓ તે વાંચતા નથી અને તેમાં કોઈ કાર્યવાહી કરતા નથી.
તે ઉપરાંત, જે લોકો ઈમેઇલ વાંચે છે, તેઓ આવા ઇ-મેઇલ માં આવેલ બિડાણ ફાઈલ ને ડાઉનલોડ અને ઓપન કઈ રીતે કરવી તે ખબર હોતી નથી. e-PAN એ એક સામાન્ય PDF દસ્તાવેજ છે, પરંતુ ડિજિટલ લિટરેસી અને એવું જ એટેચમેન્ટ્સ હેન્ડલ કરવાના અનુભવની ઓછી આદતનાં કારણે ઘણીવાર લોકો તેને ડાઉનલોડ કરવામાં અસમર્થ હશે છે. ખાસ કરીને તેઓ માટે, જેમણે ઓનલાઇન દસ્તાવેજોને ઍક્સેસ કરવામાં કુશળતા નથી, એ માટે આ પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે.
સંક્ષીપ્ત માં, સરકારે "PAN 2.0" પહેલ કરી છે, જે એક સકારાત્મક કદમ છે, પરંતુ તેની અમલમાં કેટલીક વ્યવહારીક સમસ્યાઓ આવી શકે છે. આમાં પેનધારકોએ પોતાની પોતાની ઈમેઇલ આઈડી નોંધાવવી, ઈમેઇલ ચકાસવાનો અને એટેચમેન્ટ્સને કેવી રીતે હેન્ડલ કરવો તેની પર જાગૃતતા વધારવી અને પેનધારકો માટે e-PAN ને ડાઉનલોડ અને ઉપયોગ કરવા માટે સરળ માર્ગદર્શિકા પ્રદાન કરવી, આ તમામ મુદ્દાઓનો ઉકેલ જરૂરી છે. આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન મળતાં, આ પહેલના સંપૂર્ણ લાભ મળવામાં મુશ્કેલી આવી શકે છે.