હિન્દૂ અવિભક્ત કુટુંબ (HUF) ના પાન કાર્ડ પર સ્થાપનાની તારીખ (Date of Incorporation) "01/01/0001" તરીકે દર્શાવામાં આવી છે અથવા એંસેસટ્રલ લખેલું છે, તે બધા પાન કાર્ડને વાસ્તવિક સ્થાપનાની તારીખ સાથે અપડેટ કરવું જરૂરી છે. વાસ્તવિક તારીખ સામાન્ય રીતે નીચે મુજબની હોઈ શકે છે:
1. કુળના મુખ્ય વ્યક્તિ (હેડ ઓફ ધ ફેમિલી) કર્તા ના લગ્નની તારીખ: આ તારીખને HUF ની શરૂઆત તરીકે માન્ય ગણવા માં આવે છે, કારણ કે પરિવારની શરૂઆત સામાન્ય રીતે કર્તાના લગ્નથી થાય છે.
2. પ્રથમ સંતાનના જન્મની તારીખ: આ તારીખ પણ સ્વીકાર્ય છે, કારણ કે તે કાનૂની અને સાંસ્કૃતિક રીતે પરિવારની સ્થાપનાનો પાયો દર્શાવે છે.
આ સુધારો કરવો આવશ્યક છે જેથી પાન કાર્ડની માહિતી આવકવેરા અને નાણાકીય નિયમો સાથે સુસંગત અને સચોટ રહે. હિન્દૂ અવિભક્ત પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ લગ્નનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર અથવા જરૂરી અન્ય દસ્તાવેજો ભેગા કરે જેથી સુધારાની પ્રક્રિયા સરળ બને.
તમારા પાન કાર્ડને અપડેટ કરવા માટે ના પોર્ટલ પર જાઓ અથવા વ્યાવસાયિક સેવા પ્રદાતાની મદદ લો.