ચૂંટણી કાર્ડ એટલે શું?
ચૂંટણી કાર્ડ ને બીજા
શબ્દો માં મતદાર ઓળખ કાર્ડ કહેવામાં આવે છે. હિન્દી માં चुनाव कार्ड અને અંગ્રેજી માં વોટર આઈડી (Voter I’d), ટેક્નિકલ ભાષા માં Electors
Photo Identity Card (EPIC) કહેવા આવે છે. ચૂંટણી કાર્ડ જે તે રાજ્ય ના ચૂંટણી પંચ
દ્વારા આપવામાં આવે છે, જેમાં મતદાતા ના ફોટો સાથે માહિતી દર્શાવવા માં આવી હોય છે
જેમકે નામ (અટક સાથે) પિતા કે પતિ નું નામ, સરનામું, જન્મ તારીખ વિગેરે…
ચૂંટણી કાર્ડ નો ઉપયોગ શું?
ચૂંટણી કાર્ડ પણ એક
પ્રકાર નું ઓળખ કાર્ડ યાને આઈડી છે, આ કાર્ડ નો મહત્તમ ઉપયોગ ચૂંટણી માટે હોય છે, જો
આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હશો તો જ તમને ચૂંટણી માં મત આપવાનો અધિકાર મળે છે, અને તમે
જો કોઈ પણ સંવૈધાનિક પદ માટે ઉમેદવારી કરવા માંગતા હોવ તો પણ ચૂંટણી કાર્ડ આપણી પાસે
હોવું ફરજીયાત છે.
જ્યાં સુધી આધાર કાર્ડ
ની ભારત માં શુરુઆત નહોતી થઇ ત્યાં સુધી ચૂંટણી કાર્ડ સૌથી વધુ વપરાતું ઓળખ કાર્ડ હતું
તેના પછી પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ નો નંબર આવતો હતો. આપણે ત્યાં
જયારે મોબાઇલ ની શરૂઆત થઇ ત્યારે સૌથી વધારે સીમ કાર્ડ ચૂંટણી કાર્ડ રજુ કરીને જ ખરીદાયા
હતા.
આજે પણ નાણા સંસ્થાઓ
લોન (ધિરાણ) અરજી કે સામાન્ય બચત ખાતા માટે પણ, ઓળખ ના પુરાવા તરીકે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લેવા
નો આગ્રહ રાખે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ માં ઓળખ કાર્ડ તરીકે
આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ ફરજીયાત રજુ કરવું પડતું હોય છે.
ચૂંટણી કાર્ડ કોણ બનાવડાવી શકે ?
ભારત નો નાગરીક કે
જેમણે ગઈ પેહલી જાન્યુઆરી કે તે પેહલા 18 વર્ષ પુરા કર્યા હોય તેવી તમામ વ્યક્તિ ચૂંટણી
કાર્ડ મેળવવા હક્કદાર હોય છે. ભારતની ચૂંટણી પ્રણાલી પ્રમાણે દર પાંચ વર્ષે સામાન્ય
ચૂંટણીઓ આવતી હોય છે અને તે પેહલા રાજ્ય ના ચૂંટણી પંચ દ્વારા ખાસ મુહિમ ચાલવામાં આવતી
હોય છે, જેથી કોઈ મતદાતા પોતાનો મતાધિકાર થી વંચીત ના રહે.
ચૂંટણી કાર્ડ બનાવડાવવા
માટે કોને મળવું?
1. ગામડા અને શહેર
પ્રમાણે અલગ અલગ કાર્યાલયો હોય છે, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પંચાયત ઓફિસ માં ચૂંટણી
અંગે નો વિભાગ કે એકાદ વ્યક્તિ હોય છે,
2. આપના રહેઠાણ ની
નજીક આવેલી સરકારી સ્કૂલ માં એકાદ શિક્ષક ને બીએલઓ (બુથ લેવલ ઓફિસર) ની વધારા ની કામગીરી
સોંપવામાં આવી હોય છે તેમને પણ તમે મળી શકો છો પરંતુ યાદ રહે કે એ તેમની વધારા ની કામગીરી
છે એટલે તે પોતાને સમય મળે ત્યારે તમને બોલાવશે ત્યારે તમારે જવાનું રહેશે, બાળકોને
ભણાવવા ની એમને ફરજ માં વિક્ષેપ ના થાય તે કાળજી રાખશો.
3. આપણા વિસ્તાર માં
સીએસસી / જન સુવિધા કેન્દ્ર કે ડો.ડોક્યુમેન્ટ જેવી બિન સરકારી ઓફિસ હોય તો તે પોતાનો
થતો ચાર્જ લઈને પણ તમારું કામ કરી આપી શકે છે.
4. રાષ્ટ્રીય મતદાતા
સેવા પોર્ટલ (એનવીએસપી) (nvsp.in) નામ થી સરકાર દ્વારા વેબસાઈટ પણ આપવા માં આવેલ છે,
તેનો પણ તમે લાભ લઇ શકો છો, પરંતુ તે માટે પૂરતું કોમ્પ્યુટર નું જ્ઞાન અને સ્કેનર
જેવા ઉપકરણો ની જરૂર પડતી હોય છે.
ચૂંટણી કાર્ડ બનાવડાવવા માટે પુરાવા શું શું જોઈએ?
પુરાવા નું લિસ્ટ તમારા વોટ્સએપ પાર મેળવવા અહીં ક્લિક કરો
1.
ઓળખનો પુરાવો : આધાર કાર્ડ
/ પાન કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / ભારતીય પાસપોર્ટ વિગેરે કોઈ પણ એક.
2. રહેઠાણ નો પુરાવો : વીજ વપરાશ નું બિલ (તાજેતર નું 90 દિવસ થી જૂનું ચાલશે નહિ) / ઘરવેરા નું બિલ કે રસીદ (છેલ્લું, એક વર્ષ થી જૂનું ચાલશે નહિ) / અરજદાર ના ફોટા સાથે નો રહેવાસી દાખલો કે જે ગામ ના સરપંચ / સોસાયટી ના પ્રમુખ કે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવતો હોય છે.
3. જન્મ તારીખ નો પુરાવો : શાળા છોડ્યા નું પ્રમાણપત્ર / જન્મ નો દાખલો.
4. રંગીન પાસપોર્ટ સાઈઝ (3.5 x 4.5 સેન્ટી મીટર) ફોટો, તાજેતર નો (6 માસ કરતા જૂનો હોવો જોઇયે નહિ).
5. મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ આઈડી (જો હોય તો).
6. પરિવાર ના અન્ય સભ્ય નું કે પછી પાડોસી નું તે જ સરનામાં વાળું ચૂંટણી કાર્ડ.
(પુરાવા કોઈ વાર કેસ તો કેસ ફરક પણ હોઈ શકે છે.)
અસ્વીકરણ (Disclaimer): અહીં આપવામાં આવેલી માહિતી ડો. ડોક્યુમેન્ટ ના કર્તાહર્તા અને તેમના સહયોગીઓ દ્વારા જેતે સમયે ચોકસાઈ કરીને આપવા નો પ્રયાસ કરેલ છે, તેમ છતાં કોઈ ત્રુટિ રહેલ હોય, કે તેના થી કોઈ નું હિત જોખમાય કે નુકશાન જાય તો તે અંગે ડો. ડોક્યુમેન્ટ કોઈપણ રીતે જવાબદાર રહેશે નહિ.