પાન કાર્ડ એટલે શું?
પાન કાર્ડ, હિન્દી માં पैन कार्ड, અને અંગ્રેજી માં PAN Card, હવે પાન એટલે? PAN =
Permanent Account Number આવકવેરા વિભાગ દ્વારા તમામ કરદાતા ને કાયમી ઓળખ માટે 10 આંકડા નો એક નંબર આપવામાં આવે છે, પાન કાર્ડ ઉપર કરદાતા નો ફોટો, પૂરું નામ, આપનો પાન, ઉપરાંત પિતાજી નું પૂરું નામ (પરણેલી સ્ત્રી ના કિસ્સા માં પણ ફરજિયાત પિતા નું જ નામ હોય છે) અને સહી નો નમૂનો પણ આપવામાં આવે છે.
પાન કાર્ડ નો ઉપયોગ શું?
પાન કાર્ડ નો મુખ્ય હેતુ તમારા આર્થિક વ્યવહારો ને એક સૂત્ર કરવાનો છે. પેહલા ના સમય માં પાન કાર્ડ ફક્ત તે લોકો જ લેતા જેમને આવકવેરા નું રિટર્ન ભરવું હોય કે ભરવાનું થતું હોય. પરંતુ આજે એવું નથી, આજે બેન્કમાં સામાન્ય બચત ખાતું ખોલાવવા માટે પણ પાન કાર્ડ આવશ્યક બની ગયું છે અને પાન કાર્ડ એક ઓળખ ના પુરાવા તરીકે સર્વ માન્ય પણ છે.
પાન કાર્ડ કોણ બનાવડાવી શકે ?
જેમણે આજની તારીખ કે તે પેહલા 18 વર્ષ પુરા કર્યા હોય તેવી ભારતીય વ્યક્તિ પાન કાર્ડ મેળવી શકે છે. કોઈ ખાસ કારણ હોય તો નાના બાળક નુ પણ પાન કાર્ડ બનાવડાવી શકાય છે પરંતુ આવા કિસ્સા માં બાળક ના પાન કાર્ડ માટે આવેદન તેમના વાલી દ્વારા કરવામાં આવતું હોવાથી સાહીનો જે નમૂનો પાન કાર્ડ ઉપર અંકિત કરવામાં આવે છે તે વાલી નો આવે છે અને બાળક ના ફોટો ના સ્થાને અંગ્રેજી માં MINOR એવું લખેલું હોય છે, આ બાળક જયારે 18 વર્ષ પુરા કરે ત્યાર પછી આવા પાન કાર્ડ ને સુધારવા માટે અરજી કરવા થી સામાન્ય પાન કાર્ડ મેળવી શકાય છે.
વ્યક્તિ ઉપરાંત એચયુએફ (હિન્દૂ અવિભક્ત કુટુંબ), ફર્મ (ભાગીદારી પેઢી), ટ્રષ્ટ, કંપની જેવા જુદા જુદા 11 પ્રકાર ના કરદાતા આવકવેરા કાયદા માં દર્શવવા માં આવેલ છે કે જે પાન કાર્ડ મેળવી શકે છે, અથવા તો એમ કહો કે જેમણે પાન કાર્ડ મેળવવો જરૂરી છે.
પાન કાર્ડ બનાવડાવવા માટે કોને મળવું ?
આના માટે 2 સરકારી એજેંસીઓ કામ કરી રહી છે, જેમાં એક એનએસડીએલ અને બીજી યુટીઆઈ. આ બંને સરકારી એજેંસીઓ એ મોટી મોટી કંપનીઓ ને ફ્રેન્ચઈસી આપેલી હોય છે, આ ફ્રેંચાઈસી કંપનીઓ પોતાના પાન કાર્ડ સેન્ટર્સ નું નેટવર્ક ભારતભર ધરાવતી હોય છે.
1. આપની નજીક આવેલા પાન કાર્ડ સેન્ટર.
2. મોટે ભાગે કો-ઓપરેટીવ બેંક ની શાખાઓ માં પણ પાન કાર્ડ સેન્ટર ચલાવવા માં આવતા હોય છે.
3. આપણા વિસ્તાર માં સીએસસી / જન સુવિધા કેન્દ્ર કે ડો. ડોક્યુમેન્ટ જેવી બિન સરકારી ઓફિસ હોય તો તે પોતાનો થતો ચાર્જ લઈને પણ તમારું કામ કરી આપી શકે છે.
4. ઉપરોક્ત બંને અજેન્સીઓ પોતાની વેબસાઈટ www.onlineservices.nsdl.com અને www.utiitsl.com દ્વારા પણ અરજી સ્વીકારે છે, પરંતુ તે માટે પૂરતું કોમ્પ્યુટર નું જ્ઞાન અને સ્કેનર જેવા ઉપકરણો ની જરૂર પડતી હોય છે.
પાન કાર્ડ બનાવડાવવા માટે પુરાવા શું શું જોઈએ?
1. આધાર કાર્ડ (આધાર કાર્ડ ને સરકાર દ્વારા એટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે કે જો આપની પાસે આધાર કાર્ડ હોય તો પાન કાર્ડ ની અરજી માટે અન્ય કોઈ પુરાવા ની જરૂર રહેતી નથી) જેમણે આધાર કાર્ડ વગર યાને અન્ય પુરાવા રજુ કરીને પાન કાર્ડ મેળવેલ હોય તેમણે પણ પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સરકાર (વિભાગ) દ્વારા ફરજ પાડવામાં આવી છે, જેમના પાન કાર્ડ આધાર સાથે લિંક નથી તેવા પાન કાર્ડ ધારકો ને પેનલ્ટી પણ ભરવી પડે છે.
2. રંગીન પાસપોર્ટ સાઈઝ (3.5 x 4.5
સેન્ટી મીટર) ફોટો-2, તાજેતર નો (6 માસ કરતા જૂનો હોવો જોઇયે નહિ).
3. મોબાઇલ નંબર તેમજ ઇ-મેઇલ આઈડી