પ્રક્રિયા:
આઈ.ટી.આર. માટે પ્રથમ તમારા આવક જાવક નો હિસાબ યાને કે એકાઉન્ટ્સ કરવાની જરૂર પડે છે, સીએ કે કર સલાહકાર ને મળવું પડે છે, આધાર કાર્ડ અને પાન કાર્ડ લીન્ક હોય તો જ OTP ના આધારે ભરી શકાય છે, આ બધી એક થી એક જટીલ પ્રકિયા હોય છે, જયારે આવક દાખલો તમારા સ્વૈચ્છિક જાહેરાત ના આધાર પર જ મળી જાય છે.
માન્યતા:
આઈ ટી આર એક વર્ષ નું હોય છે, દર વરસે ભરવું પડે છે, જયારે આવક દાખલા ની માન્યતા 3 વર્ષ ની હોય છે. સરકાર માં ઘણા એવા વિભાગો છે જ્યાં આઈ ટી આર કરતા આવક દાખલ નું મહત્વ વધારે ગણવા માં આવે છે, આપણી પાસે આઈ ટી આર હોવા છતાં પણ આવક દાખલો ફરજીયાત પણે રજુ કરવો પડતો હોય છે.
કારણ:
આઈ ટી આર હોવા છતાં આવક દાખલો માંગવા પાછળ નો તર્ક એવો આપવા માં આવે છે કે આઈ ટી આર છે તે એક વ્યક્તિગત આવક નો પુરાવો છે જયારે આવક દાખલો સમગ્ર પારિવારિક આવક નો પુરાવો છે.
નિષ્કર્ષ:
આવક દાખલો વધુ મહત્વ ધરાવે છે અને જ્યાં આવક ની મર્યાદા ગણવા ની વાત આવે છે ત્યાં તો તમે આઈ ટી આર રજુ કરો છો તો એ ફક્ત પરિવાર માની એક વ્યક્તિ ની જ આવક છે, એટલે કે બાકીના સભ્યો ની આવક નો તેમાં સમાવેશ થતો નથી. આ રીતે તમારી વ્યક્તિગત આવક પરિવાર ની કુલ આવક તો એક ભાગ છે, એટલે નિષ્કર્ષ એવો નીકળે કે તમારા પારિવારિક આવક જે છે મર્યાદા થી વધુ થાય છે અને તમે જે તે યોજના ને માત્ર બનતા નથી.
માટે જ્યાં આવક દાખલો માંગવામાં આવતો હોય ત્યાં ફક્ત આવક દાખલો જ આપવા નો પ્રયાસ કરવો.