ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે શું ?
ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક અધિકૃત દસ્તાવેજ છે જે વ્યક્તિને જાહેર રસ્તાઓ પર મોટર વાહન ચલાવવા માટે અધિકૃત કરે છે. ડ્રાયવિંગ લાયસન્સ જેતે જિલ્લા કે પ્રદેશના પરિવહન કાર્યાલય (RTO) દ્વારા આપવામાં આવે છે. જેના આધારે તમે ભારતમાં અને ભારત ની બહાર પણ ઘણા સ્થળો એ ડ્રાયવિંગ કરી શકો છો.
ડ્રાઇવિંગ લાઇસન્સ બે તબક્કા થી મેળવવા નું હોય છે, શરૂઆત મા, તમારે લર્નીંગ લાયસન્સ (જેને આપણી તળપદી ભાષા માં લોકો કાચું લાઇસન્સ પણ કહે છે તે) લેવાની જરૂર પડતી હોય છે. આ એક અસ્થાયી લાઇસન્સ છે, જે તમને પહેલાથી માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (એટલે કે પાકું લાઇસન્સ) ધરાવનાર વ્યક્તિની દેખરેખ મા ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરવાની એટલે કે શીખવા ની મંજૂરી આપે છે. કાચું લાઇસન્સ હોય ત્યારે એકલા વાહન ચલાવવું તે ગુન્હો છે, તમારી સાથે બેસેલી વ્યક્તિ પાસે પાકું લાઇસન્સ હોવું જરૂરી છે.
આ કાચા લાયસન્સ ની મુદ્દત 6 મહિના ની હોય છે, યાને વ્યક્તિ એ 6 મહિના માં વાહન ચલાવતા શીખી જવાનું હોય છે, સૌને પોતાની અકલ હોશિયારી પ્રમાણે શીખવા માટે અલગ અલગ સમય લાગી શકે છે, કોઈ કોઈ લોકો 15 દિવસ માં પણ શીખી જતા હોય છે.
કાચું લાઇસન્સ મેળવ્યા ના 1 થી 6 મહિના માં ગમે ત્યારે તમે પાકા લાયસન્સ માટે અરજી કરી ડ્રાયવિંગ ટેસ્ટ આપી પાકું લાયસન્સ મેળવી શકાય છે.